વેલેન્ટાઇન ડેની શરુઆત ગુજરાતમાં થઇ હતી!
વેલેન્ટાઇન ડેની શરુઆત ભારતમાં થઇ હતી, અને તે પણ ગુજરાતમાં. આ
બહુ ઓછા લોકો ને ખબર છે. એવી ધારણા છે કે, ગુજરાતી પુરુષો, ખાસ કરીને
પટેલ તેમની પત્ની એટલે ક પટલાણીઓને, માન નહોતા આપતા.
એક દિવસ, (૧૪ મી ફેબ્રુઆરી) એક બહાદુર પટલાણી જે ખુબજ દુઃખ સહન
કરી ચુકી હતી, તેણે બદલો લેવાનું નક્કી કર્યુ, અને તેના પતિ એટલે કે
પટેલને Velan (વેલણ) વડે ઝુડી નાખ્યો, એ જ Velan(વેલણ) કે જેનાથી
તે તેના પતિ માટે રોજ રોટલી બનાવતી હતી. અને આ વખતે લોટની
જગ્યાએ તેનો પતિ હાથમાં આવી ગયો.
આ ગુજરાતી સ્ત્રી માટે ખુબ મહત્વનો અવસર હતો અને આ વિદ્રોહ
આગની જેમ બધે ફેલાવા લાગ્યો, અને બધા ઘરની સ્ત્રીઓ એ તેમના
પતિ કે જે તેમની હેરાન કરતા હતા, તેમને Velan (વેલણ) વડે ઝુડી નાખ્યા.
અને પટેલને બોઘપાઠ મળ્યો કે, તેમની પટલાણીની સાથે સારું વર્તન કરે.
દર વર્ષે આ દિવસે, ગુજરાતી સ્ત્રીઓ આ દિવસની યાદમાં તેમના પતિને
એક વેલણ મારે છે અને પતિદેવ વેલણ ખાઇ લે છે,
અને તેમની પત્નીઓને ખુશ કરે છે.
તમે જાણો જ છો કે ગુજરાત પશ્ચિમી સંસ્ક્રુતિને વધારે જલ્દી અપનાવે છે,
માટે આ દિવસને "Velan Time (વેલણ ટાઇમ)" દિવસ તરીકે ઓળખાયો.
અને આ ધાર્મિક દિવસ જલ્દી જ બ્રિટન, અમેરીકા અને બીજી વેસ્ટર્ન કંન્ટ્રીમાં ફેલાઇ ગયો. અને "(Velan Time (વેલણ ટાઇમ)" શબ્દ પકડી લીધો.
સ્વાભાવિક રીતે, વિદેશીઓની બોલવાની છટાને લીધે, તે
"(Velan Time (વેલણ ટાઇમ)"ની જગ્યાએ "Velantine" થઇ ગયું
અને ત્યારથી ૧૪મી ફેબ્રુઆરીને "Velantine Day" તરીકે ઓળખવામાં આવે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment